નિયોગ

(38)
  • 2.9k
  • 926

અનંતરાય કિચનમાં પાણી પીવા ગયા ત્યારે એમની પુત્રવધુ વીરા પોતાના બેડરૂમમાં આરામ કરી રહી હતી, નોવેલ વાંચતા વાંચતા ઝોકે ચડી હતી, એ નિઃસંકોચ નજરે એને જોઈ રહ્યા. એમના ખાસ મિત્રની દીકરી વીરા આ ઘરની વહુ થઈને આવી હતી અને દીકરી જેવી બનીને રહી હતી. પ્રેમાળ સસરાના વાત્સલ્યના વિશ્વાસે એ ખુલ્લા દરવાજે નિરાંતની નીંદર માણી રહી હતી.એના માથે હાથ ફેરવવવાની ઈચ્છા રોકી અનંતરાય પોતાની રૂમમાં ગયા ત્યારે વળી બીજા મિત્રએ કહેલી વાત યાદ આવી, "કરોડોની મિલકતનો તું ધણી છો અને તારો દીકરો નિઃસંતાન!! હવે તમારે વારસદાર યા તો શોધવો જોઈએ યા