ઔર નહીં અબ ઔર નહીં

(14)
  • 2k
  • 1
  • 845

કમલેશ કે. જોષી૯૮૭૯૫૧૦૪૯૮જામનગર ઔર નહીં અબ ઔર નહીં શું વીતે એ પિતા ઉપર જેની અત્યંત વહાલી દીકરી, પ્રાણથીયે પ્યારી રાજકુમારી લાખ ટકાની કાળજાના કટકા સમી લાડકી ઘર છોડીને ભાગી જાય? દગાબાજી રમી જાય? અને બાપની આબરુની મજાક ઉડાવવાનો મોકો સમાજ આખાને આપતી જાય? જોકે મનુભાઇની મજાક કોઇએ ન ઉડાવી. બલ્કે સહાનુભૂતિપુર્વક સૌ એની હાલત પર મનમાં ને મનમાં રડી રહ્યાં. સરકારી શાળામાં પટાવાળો હતો મનુ. ઉંમર બેતાલીસની, વાન કાળો અને બાંધો એકવડો. અર્ધી રાત્રે મનુની પત્ની ચંદને તેને હલબલાવીને જગાડ્યો હતો. “જાગો તો, કુસી ક્યાં?” કુસી એટલે કુસુમ. એક્વીસ વર્ષની, રુપાળી દીકરી કુસુમને સૌ વહાલથી કુસી કહેતાં. થોડી જ મિનિટોમાં