જસ્ટ લિટલ એડજસ્ટમેન્ટ

(25)
  • 1.8k
  • 3
  • 801

ચાર્મી બહુ જ ખુશ હતી. નજર ફેરવી તો આખા રૂમમા બુકે, ગિફ્ટસ, ચોકલેટ્સના બોક્સ જ દેખાતા હતા. ફોન તો એણે કંટાળીને થોડી વાર સ્વીચ ઓફ કરી દીધેલો. મિસિસ ઇન્ડિયા બનવુ એટલુ એકઝાઇટિંગ લાગતું હતું કે ખુશી છલકાયે રાખતી હતી. કાલથી સતત મેસેજીસ, ફોનકોલ્સનો મારો ચાલુ જ હતો. ફરી ફરીને એ ન્યૂઝપેપરમાં પોતાનો ફોટો અને મોબાઈલમાં ક્લિપ્સ જોયા કરતી હતી. એ આટલી ખુબસુરત દેખાય શકે. જો કે સુંદર તો પોતે હતી જ, પણ એમાં આ બ્રાન્ડેડ,ટેઇલર મેડ ડ્રેસીઝ, જ્વેલરી...અફલાતૂન મેક અપ..આ બધાએ ચાર ચાંદ લગાવી દીધેલો. અચાનક એને ફેશન ડિઝાઈનર નિમિષ યાદ આવ્યો. થોડો અણગમો થઈ આવ્યો, ખરબચડો ચહેરો, ગીધ જેવી