ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પોતાની ઓફિસમાં જ બેઠો હતો. ‘આવો કેપ્ટન…!’ મહેન્દ્રસિંહે તેને આવકાર આપીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો સંકેત કર્યો. ‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ દિલીપ ખુરશી પર બેસતાં બોલ્યો, ‘મારી ધીરજ ખૂટી ગઈ છે એટલે હવે જે કંઈ હોય તે મહેરબાની કરીને ફટાફટ કહેવા માંડો.’ ‘વિલિયમ ઉર્ફી જોનીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે.’ ઈન્સ્પેક્ટરે આગળ નમીને સ્મિતભર્યા ચહેરે અને ધીમા, રહસ્યમય અવાજે કહ્યું. ‘કેમ…?’ દિલીપ એકદમ ચમક્યો, ‘શા માટે?’