વિષાદ યોગ - પ્રકરણ - 35

(178)
  • 5.5k
  • 5
  • 4k

વિરમ ફોન મુકી ઘણીવાર સુધી વિચારતો બેસી રહ્યો. ફોન કરનાર કોણ હતું? તે તેને ખબર નહોતી પડી પણ તેને એટલું ચોક્કસ સમજાઇ ગયું હતું કે આ જે કોઇ પણ છે તે તેના વિષે બધુજ જાણે છે. આ ફોન કરનાર કોઇ બીજો કોઇ નવો માણસ હતો? કે પછી તે પેલા યુવાનનો જ કોઇ માણસ હશે? ક્યાંક ઉર્મિલાદેવીએ પણ તેને ફસાવવા માટે આવું છટકું ગોઠવ્યું નહીં હોયને? વિરમને હજુ પણ ફોન કરનારના શબ્દો કાનમાં ગુંજતા હતા. વિરમે જેવો ફોન ઉચક્યો એ સાથે જ સામેથી કહેવાયું હતું “તમારે અમારુ એક કામ કરવાનું છે તેના બદલામાં જે જોઇએ તે મળશે.” આ સાંભળી વિરમને થોડીવાર