જવુંજવું

(12)
  • 2.8k
  • 3
  • 1.2k

રત્નમણિશંકર નીલકંઠ શાસ્ત્રી મારા દાદા થાય​. અગ્નિહોત્રી બ્રાહ્મણ​. ઉંમર વર્ષ ૯૬. તેમને આશા છે કે તેમની શતાબ્દી તેમની હાજરીમાં ઊજ​વાશે. આમ તો ધાર્યુ હરિનું થાય છે, પણ બ્રાહ્મણ ફળિયામાં ધાર્યુ રત્નમણિશંકરનું જ થાય. બને ત્યાં સુધી બહુ ધારે નહીં, પણ ધારે તો થાય​. ઘરમાં આજે પણ અગ્નિ પ્રદીપ્ત​! તેમના બાપા અંધ થયેલા ૫૮ વર્ષે ને તે પછી તો બીજાં પચાસ વર્ષ આંખો વગર કાઢેલાં. તેમનું નાક તેમની આંખો હતી. અજ​વાળું એ સૂંઘતા. દાદાની આંખો સારી, ચશ્માં નથી. વેદપાઠ આજેય કરે. સંસ્કૃતના પ્રકાંડ પંડિત​! સંસ્કૃતમાં પ્ર​વચન કરે. તત્વજ્ઞાનમાં યે પારંગત​. કાવ્યો લખે. આજે પણ તેમણે એક કાવ્ય ન સિવાયેલાં વસ્ત્રો વિશે