વારસાગત પ્રેમ (ભાગ ૮)

(18)
  • 2.4k
  • 4
  • 1.6k

પાછળના ભાગમાં આપણે જોયું કે પંચાયત દ્વારા ૧૫ દિવસની સભા ભરાઈ પરંતુ ત્રણેમાંથી એક શંકર કે જે મુખ્ય સૂત્રધાર હોય એમ માનવામાં આવી રહ્યું હતું તે જોવા ન મળતા સભા અજંબામાં આવી, અને ત્યાં જ એક માણસ દોડતો આવે છે અને પંચાયત આગળ બોલે છે કે,તેણે નદી કિનારે શંકરને બેહોશ જોયો છે.હવે આગળ.... હાંફતા હાંફતા માણસના શબ્દોને સાંભળતા જ તરત લાખા ભરવાડ અને આગેવાનો ઉભા થઈને ઓટલા પરથી ઉતરી જે તરફ શંકરને જોવામાં આવ્યો હોય છે ત્યાં જાય છે.આખા ગામમાં વાયરાની માફક વાત પ્રસરી જાય છે અને જે પંચાયતમાં ચુકાદો સાંભળવા આવ્યા નથી તે પણ નદી ના સ્થળ પર