ખટકો

(33)
  • 2.1k
  • 1
  • 653

‘ખટકો’ દીપક રાવલ દાદા ખુબ ધ્યાનથી જુદી જુદી શીશીઓમાંથી દવાઓ કાઢીને પડીકીઓ બનાવતા હતાં. મંજુ જોઈ રહી હતી. દુબળો પાતળો ગૌર દેહ. આંખે ચશ્મા. ઉઘાડા ડીલે માત્ર ધોતિયું પહેરીને દાદા બેઠાં હતા. એમને જોઇને પરાણે વંદન કરવાનું મન થાય. બારીમાંથી આવતું અજવાળું એમના ચહેરાને વધુ તેજસ્વી બનાવતું હતું. જો કે આજે દાદા વધારે ગંભીર લાગ્યા. નહીતર આખા ઘરની તબિયત પૂછે, કેટલીય સલાહો આપે. આજે કૈ બોલ્યા વગર ધીમે ધીમે ચીવટથી દાદાએ પડીકીઓ વાળી અને મંજુને આપી. ‘દિવસમાં ત્રણ વાર લેજે. હમણાં ખાટું નહિ ખાવાનું. ખીચડી ખાજે.’ ‘પણ દાદા આખે શરીરે કળતર બવ રે સે ઈનું કૈક કરો’ ‘કર્યું જ છે.