અભયદાન

(11)
  • 3.1k
  • 2
  • 1.2k

અમદાવાદ શહેરનું નહેરુનગર બસસ્ટેશન રાત્રીના ૧૦:૦૦ વાગ્યા છે. ૧૮ વર્ષનો અભય વોલ્વો બસમાં બેઠો છે. અભયનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું છે, જાણે કે આજે તે ચંદ્ર પર પગ મુકનાર અવકાશયાત્રી હોય તેમ તેને લાગી રહ્યું છે. વોલ્વો બસ ૧૦:૧૫ વાગે ઉપડીને અભયને હાશ થઈ જાણે હવે મારુ સપનું પૂરું થશે. અભય શાહ શહેરના નામાંકિત ઉદ્યોગપતિ શશીકાંત શાહનો એકનો એક પુત્ર. અભયને કોઈ વાતનું ઓછું ન હતું, પણ પિતાનો વધુ પડતો પ્રેમ અને કાળજી તેને ન ગમતી. ૧૮ વર્ષની વયે પણ તેને એકલા ક્યાંય જવાની પરવાનગી ન હતી. વોલ્વો બસમાં બેઠો બેઠો અભય એજ વિચારી રહ્યો છે, આ ચમત્કાર કેવી