જાણે-અજાણે (12)

(67)
  • 4.6k
  • 4
  • 3.3k

નિયતિ પોતાની સાથે જ વાતોમાં ફસાઈ ગઈ. કદાચ એટલી હદ સુધી તુટી ગઈ હતી કે દુનિયા નું ભાન નહતું. રસ્તામાં એક ખૂણો શોધી છુપાયી રહી હતી. જાણે કોઈનાં નજરમાં આવવાં નહતી માંગતી. એક ખુણામાં માત્ર બેસી રહી- ચેતનાહીન બનીને. વિચારોમાં વાતો અને વાતોમાં રોહન ના ચાહતે પણ આવી રહ્યો હતો. ઊંડા વિચારોમાં ખોવાયેલી નિયતિ ઘણાં લાંબા સમય સુધી ત્યાં બેસી રહી. સવારથી સાંજ પડી ગઈ હતી પણ નિયતિને તેનું ભાન જ નહતું. રસ્તામાંથી નિકળતા એક વૃદ્ધ માણસે નિયતિને જગાડી અને ધીમેથી, બહું જ સહજતાથી તેને બહાર કાઢી. નિયતિની હાલત બીલકુલ સારી જણાતી નહી