પ્રેમ વાસના - પ્રકરણ - 11

(261)
  • 6.2k
  • 10
  • 4.5k

પ્રકરણ - 11 પ્રેમ વાસના વૈભવીએ વૈભવનાં શરીરમાં પ્રેવશેલાં વિદ્યુતનાં પ્રેતને જોયો એ સમજી ગઇ આ એજ વિદ્યુતનો આત્મા છે જે કોલેજમાં એની પાછળ પડેલો વૈભવીને પામવા એણે આકાશપાતાળ એક કરેલાં. એણે વિદ્યુતને લાત મારી જે વૈભવના શરીરને વાગી પરંતુ એની પાસે બીજો ઉપાય નહોતો ભસ્મ પોતાનાં અને વૈભવનાં કપાળે નાંખી અને વિદ્યુત મોટાં અવાજ સાથે અદશ્ય થયો અને વૈભવનું શરીર ધડામ દઇને પલંગ પર પડ્યું હતું. વાતાવરણ એકદમ શાંત થઇ ગયું. વૈભવી ફાટી આંખે બધું જોઇ રહી હતી. એનો શ્વાસ ધામણની જેમ ચાલી રહેલો એનાં મગજ પર ચઢેલો નશો ક્યારનોય ઉતરી ગયેલો અને એનાં રૂમનાં દરવાજો