ભીની આંખો નીચે ગુલાબી હોઠ, સફેદ શાંત રંગનો શર્ટ અને નીચે કાળા કલરનું પેન્ટ, આ તેનો મનપસંદ કલર હતો. રોજ આ જ કલરમાં પોતાના શરીરને સમાંવી તે કામ કરવા માટે જતો. કુંજ, હા તેનું નામ કુંજ છે. ચાની લારી પાસે ઉભા ઉભા એ કોઈની રાહ જોઈ રહ્યો હતો. તેણે થાકીને પોતાના પેન્ટના ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો, આંખો મોટી કરી સ્ક્રીન પર હળવી આંગળીઓ ફેરવી મનમાં બબડ્યો. "એ ક્યારે આવશે?" તેણે સર્ફિંગ થતા યૂટ્યૂબને બંધ કર્યું અને ચા બનાવતા કાકા પાસે જઈ કહ્યું. "શું કાકા કેમ છે?" ચા વાળા કાકાએ હળવી મુસ્કુરાહટ આપી, ઉકળતા દૂધમાં નશા રૂપી ભૂકી નાંખતા કહ્યું. "અમારે