વાટકી વ્યવહાર...!ક્યારે શરુ થયો? કોણે શરુ કર્યો? એની જાણ નથી. શા માટે શરુ થયો? એ સવાલ વિષે એક વાત ચોક્કસ કહી શકાય કે કોઈને પડોશમાં ‘અતિસુંદર પડોશી’ રહેવા આવ્યા હોય, અને કોઈ પુરુષની સાંભળતા એ અતિસુંદર તત્વ એવું બોલ્યું હોય “કે મને તો ઈડલી ખૂબ ભાવે..” બસ પછી તો ખલાસ..એના સામેના ઘરમાં પ.પૂ.ધ.ધુ. હરખપદુડા પતિદેવો એ દિવસથી ઘરમાં ઘરવાળી પાસે ઈડલીની જીદ, નાના કીક્લાંની જેમ લઈને બેસે. અડધાં ઘરડા લોકો જુવાનીયાની જેમ જીદે ચડે એટલે ખલાસ.. એટલે તેની ઘરવાળી ઈડલી બનાવે. અને પછી એ જાણે તાજે તાજો જ મુરતિયો હોય એમ હરખાઈને કહે: “આ આપણી બાજુમાં આપી આવું? નવા નવા