* લાલ બુલેટ રાજા * વાર્તા... 21-7-2019ઓગણીસો એસી ના દાયકાની આ વાત છે. પ્રવીણનો વટ જ કંઈક અલગ હતો. લાંબા વાળ રાખવાના અને કપાળે રૂમાલ બાંધી રાખે. બાપને ધંધો હતો તો મોજ મજા કરવી અને મોજ શોખ કરવા એ જ કામ. ઘરમાં પ્રવીણ મોટો હતો પછી એક બેન અને ભાઈ હતો. પિતાજી ધંધો સંભાળવામાં વ્યસ્ત અને માતા પરિવાર સંભાળવામાં વ્યસ્ત એટલે પ્રવીણ મનમોજી અને જિદ્દી બની ગયો હતો પરાણે નવ ચોપડી ભણ્યો. બસ આખો દિવસ લાલ બુલેટ લઈ ફરવું અને દાદાગીરી કરવી. ચોપાટા બજારમાં બેસી રહેવું અને પાન, પડીકી અને સિગરેટ ફુકવી અને લુખ્ખાગીરી કરવી. ધીમે ધીમે સોપારી ( રૂપિયા