ગુલેર

(12)
  • 3k
  • 1
  • 1.2k

ગુલેર.....એ ગુલેર..... ગુલેર.દિવસના લગભગ કેટલી વખત આ બૂમ આખા ફળીયામાં બધાને જ સંભળાયા કરતી હતી. ગામમાં નાનકડી નદી કિનારે મિત્રો જોડે રમવામાં મશગુલ ગુલેરને ક્યાંથી સંભળાય એ બૂમ? એની દુનિયા જ અલગ ૬-૭ વર્ષનો અને ગામડાંની સરકારી શાળામાં ભણતો ગુલેર એના મા બાપનું પહેલું સંતાન. ગામમાં જમીનદારને ત્યાં નોકરી કરતો બાપુ દિનકર પાક્કો બેવડો. સાંજે ઢીંચીને આવે અને પત્નીને મારઝૂડ કરે. ઘરમાં ખાવા પીવાના ફાંફાં . ફટીચર જેવી હાલત. બીનાબહેન લોકોને ત્યાં કચરા- પોતાં કરે, અનાજ દળી લાવે, રસોઈ કરવા જાય અને તેમાંથી જે કંઈ મળે બન્ને છોકરાઓનું ભરણ પોષણ કરે. પતિની કમાણી હતી પણ ન હતી જેવી જ. ગુલેર