આપણે આગળ ના ભાગ માં જોયું કે નંદિની અને પૃથ્વી ના વિવાહ ચાલી રહ્યા છે.અહી અવિનાશ,વિશ્વા અને સ્વરલેખા ને જાણ થઈ જાય છે કે અંગદ એ આખા પરિવાર ની રક્ષા માટે પોતાના પ્રાણ સંકટ માં મૂકી દીધા છે. નઝરગઢ માં ચાલી રહેલા ભીષણ યુધ્ધ માં સુબાહુ વીરગતિ ને પામ્યો.અંગદ એનો બદલો લેવા પાવક પર પ્રહાર કરવા ગયો ,ત્યાં કોઈ એ તીક્ષ્ણ હથિયાર અંગદ ના છાતી ના આરપાર કરી દીધું. ક્રમશ: ...... હથિયાર ના આઘાત થી અંગદ જમીન પર ઢળી પડ્યો ,એના મુખ માં થી રક્ત વહી રહ્યું હતું.એના પીઠ પાછળ વાર કરવા વાળો બીજું કોઈ નહીં પણ અંગદ અને પાવક