ભૂરી. ************* વૈભવી બંગલોસ ના નવ નંબર ના બંગલાની ડોરબેલ રણકી.બેલની ચકલી ચીં ચી કરતી અંદર ચાલી ગઈ.નિશા એ ઘડિયાળ તરફ નજર દોડાવી.કામવાળી રામી, એમ વિચારી દરવાજો ખોલ્યો.રામી ને જોઈ તે પાછી વળી સોફા પર બેઠી. અંદર આવી રામી એ દરવાજો બંધ કર્યો. અને તે કિચન બાજુ જવા લાગી.નિશાએ જોયું તો આજ તેની સાથે એક ત્રણેક વર્ષની દેખાવડી રૂપાળી છોકરી તેનો હાથ ઝાલી પહેરેલું ફ્રોક ઊંચું કરી મોઢામાં દબાવી નિશા સામે જોતી જોતી પસાર થઈ. નિશા તો નાની બાળકીનું રૂપ જોઈ દંગ થઈ ગઈ.ખૂબ રૂપાળી, બ્લુ ઝાય ધરાવતી આંખો, સોનેરી વાંકડીયા ઝગારા મારતા વાળ,જાણે ગોરી ગોરી નાનકડી