રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૬

  • 3.3k
  • 1
  • 1.1k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય- ૧૬ વિકી અને શનાયાના લગ્નની ખુશીમાં બધા બહાર જમવા નીકળે છે અને કારમાં શનાયા પર કોઈનો કોલ આવે છે. શાનયા કઈ બોલતી નથી પરંતુ વિકી આગળના મિરરથી જોઈને શાનયાના હાવભાવ સમજી જાય છે હવે આગળ.. 'કોણ? હુ'સ ટોકિંગ?? વ્હોટ'સ યોર નેમ??', શનાયા ગુસ્સામાં બોલી. 'હલો......... હલો....... બાસ્ટર્ડ...', શનાયાનો ગુસ્સો સાતમે આસમાને. 'શનાયા... શું થયું?? આટલા ગુસ્સેથી તું કોની સાથે વાત કરતી'તી?', વિકીએ ગાડી સાઈડમાં રાખીને પૂછ્યું. 'ખબર નહિ વિક, પેલા દિવસે જે નંબરથી કોલ આવ્યો'તો એ જ આ નંબર છે. ધમકી આપી રહ્યો હતો અને અપશબ્દોથી તારા અને મારા સંબંધની વાત કરતો'તો.. વિક આપણે પહેલા જ પોલીસ પાસે જઈએ.