જાણે-અજાણે (10)

(65)
  • 4.2k
  • 2
  • 3.2k

નિયતિનાં મનમાં હજું એ જ બધી વાત ફરતી હતી. પોતાને આવો અનુભવ પહેલાં ક્યારેય નહતો થયો એટલે કેવી રીતે પોતાને સંભાળે એ ખબર જ નહતી. પેટમાં જાણે હજારો પતંગીયા એકસાથે ઉડતાં હોય તેમ લાગી રહ્યું હતું. હોઠો પર સ્મિત ખૂટતું નહીં , ચહેરાં પર નવજાત શિશુ માફક તેજ હતું. જમીનથી જાણે એક ફૂટ ઉંચી ચાલી રહી હતી અને આજે નાની નાની દરેક વાત તેને ખુશીઓની સોગાદ આપી રહી હોય તેમ અનુભવી રહી હતી. "કાલે ફરી રોહનને મળવાનું છે.. શું વિચારતો હશે તે!... આજે જે બન્યુ એનાંથી મારી રોહન પર ખોટી છાપ તો નહીં પડે ને?... શું