કલ્પનાઓ થી ભરેલા વિશ્વ માં રહેવું ગમતું મને જેથી મારુ નામ જુદું હોવા છતા મારા સ્વજનો અને મિત્રો એ મને કલ્પન નું વિશેષણ કે ઉપનામ આપ્યું હતું. હું સંપન્ન પરિવાર નું ફરજંદ હતો તેથી સુખ સહ્યાબી માં કોઈ કમી ન હતી પણ મને આ બધી ભૌતિક સુખ સગવડો ભોગવવા કરતા પ્રકૃતિ ના ખોળે વિહરવું ગમતું. મારુ મિત્રવર્તુળ પણ ખૂબ નાનું હતું. ઘર માં પણ હું બધા થી અલગ પડતો કારણ કે સહુ ને દંભી અને ભૌતિક રાસરચીલા માં રસ હતો. અમારો મહેલ ગામ થી થોડી દુર આવેલો જેથી ગામ માં જવાનું ખુબ ઓછું થતું.