ત્રણ ચોર

(31)
  • 4.3k
  • 3
  • 1.3k

ઉનાણો ખતમ થઈ ગયો છે, પણ હજુ વરસાદનો એક છાંટો ક્યાય સૌરાષ્ટ્રમાં પડ્યો નથી. વાવણી જેટલો પણ વરસાદ ક્યાય નથી થયો. અવારનું વર્ષ લગભગ દુકાળ જેવું જ જાશે એવી વાતો ઘણા લોકો કરે છે,પોર તો અમુક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા, એટલો વરસાદ સૌરાષ્ટ્રમાં પડી ગયો હતો, પણ અવાર તો કઇંક અલગ જ વાતાવરણ નજરે પડે છે. માનવીનું તો ઠીક પણ પશુ - પ્રાણીઓનું પુરતું થઈ રેય તોય ઘણુય.અંધારી રાત છે વીરો દેવી પુંજક તેનાં ઝુંપડામાં પાછો ગયો અને નાના અવાજે તેની પત્નીને કહ્યું તારે હવે જવું નથી બટકો માંગવા?નાથી જોરથી બોલી મેઘાનું પેેટતો ભરવા દયો પછી જાય જીવલી