પ્રેમ વાસના - પ્રકરણ - 7

(257)
  • 6.2k
  • 10
  • 4.7k

પ્રેમવાસના પ્રકરણ-7 વૈભવ-વૈભવી રૂમમાંથી સામાન લઇને બહાર આવ્યાં અને મંદિર પાસે આવ્યાં. મંદિરમાં આરતી હમણાંજ પુરી થઇ હતી. થોડાં માણસોનો સમૂહ દર્શન કરી રહેલો આરતી અને પ્રસાદ લેવાની રાહમાં ઉભાં હતાં. મદને આરતી કર્યા પછી પ્રથમ અગ્નિભૂષણ મહારાજ પાસે આવ્યો અને પ્રથમ એમને આપી. મહારાજે આરતી લીધી આંખ મીચીને કોઇ શ્લોક ગણગણ્યા અને પછી બીજા સેવકે થાળીમાંથી પ્રસાદ મહારાજને આપ્યો મહારાજે મીંચેલી આંખેજ પ્રસાદ લીધો અને પછી પ્રસાદ ખાઇને આંખો ખોલી સામે વૈભવ ઉભો હતો. વૈભવે અને વૈભવીએ પણ આરતી અને પ્રસાદ લીધો. મદન અને બીજો સેવક આરતી અને પ્રસાદની થાળી લોકોનાં સમૂહ માટે મંદિર તરફ લઇ ગયાં. અને