એક વાર રીંગ વાગી તેને ફોન ન ઉપાડયો, બીજી વાર રીંગ વાગી. ફોન કોનો હશે તે વિચારતી રહીને હાથમાં ફોન વાગતો રહ્યો. ચોથીવાર ફોન વાગતો તેને ફોન ઉપાડ્યો. "શું કરે છે તું , મોબાઈલમાં જો તો ખરી કેટલી રીંગ વાગી. " રવિન્દના અવાજથી તેને થોડી શાંતિ થઈ "આ તમારો નંબર.....!""મારો મોબાઈલ બંધ થઈ ગયો છે. એટલે, મે ભાઈના ફોનમાંથી ફોન કર્યો. સોરી રીતલ, પણ અત્યારે હું તારી સાથે વાત નહીં કરી શકું. હું ભાઈની સાથે કામ માટે ગયો છું ને આવતા પણ થોડું મોડું થઈ જશે. બાઈ, આપણે કાલે મળીશું." તેને ફોન કટ કરી દીધો. રીતલને બોલવાનો એક પણ મોકો તેને ન