ઉષા ચુપ થઇ ક તરત જ દિલીપ ઊંડા વિચારમાં ગરકાવ બની ગયો. અજીત મર્ચન્ટ અને દીનાનાથ, અજીતના કહેવા પ્રમાણે સાળા-બનેવી થતા હતા. રાજેશ્વરીને નશાની લતે પહોંચાડનાર માણસનું વર્ણન દીનાનાથે બલરામપુર ખાતે દિલીપન જણાવ્યું હતું, તે આબેહુબ ખુદ એના જ બનેવી અજીતને મળતું આવતું હતું. વધુમાં દીનાનાથે કહ્યું હતું કે મારી પુત્રીની પાછળ પાડનાર આ બદમાશનું નામ હું જાણતો નથી. દીનાનાથની આ વાત નજર સામે રકીએ તો એ બદમાશનું નામ અજીત મર્ચન્ટ નહીં પણ કોઈક બીજો જ હોવો જોઈએ. અને અજીતના કમભાગ્યે જોગાનુજોગ જ આ વર્ણન તેને બંધબેસતું આવે છે.