જાણે-અજાણે (9)

(82)
  • 4.8k
  • 6
  • 3.4k

હ્રદયનો ધબકાર ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. નિરાશ અને ચિંતાતુર બનેલી નિયતિએ આંખો ઉચકી એક નજર બહાર તરફ ફેરવી. દૂરથી એક યુવક નિયતિ તરફ આવી રહ્યો હતો. દૂરથી દેખાતો એ માણસની ચાલ જાણીતી હતી. નિયતિ એકીટશે તેને જોતી રહી. જોતજોતામાં એકદમ નજીક આવેલો તે યુવાન રોહન હતો. એ જ સ્ટાઈલ એ જ ઢબ અને એક સુંદર સ્મિત. બધું જ પહેલાંની માફક હતું. "રોહન તું તો બિલકુલ નથી બદલાયો " નિયતિ આશ્ચર્યથી બોલી. "હા એ વાત મારે તારાં માટે પણ કહેવી જોઈએ. જેવી મુકીને ગયો હતો તેવી જ છું " રોહન બોલ્યો. "હા, કેમ ના હોવ!