એક સંતાન તરીકે શું તમે તમારા માતા-પિતા વચ્ચે પ્રેમ હોવાનું અનુભવ્યું છે? જો લગ્ન થયાં હોય તો, એક પતિ કે પત્ની તરીકે તમે તમારા જીવનસાથીને પ્રેમ કરો છો? જો જવાબ મળતાં થોડી પણ વાર લાગે તો આગળ વાંચો! 'ક્યાં ફસાઈ ગઈ હું તમારાં સાથે લગ્ન કરીને?' 'આ તો હું ઘર સાચવીને બેઠી છું બાકી કોઈ માથાંની મળી હોતને તો ખબર પડત!' આવું ક્યારેય સાંભળ્યું છે આસપાસ કે ઘરમાં?