અતુલના સંસ્મરણો ભાગ ૨

  • 2.7k
  • 1
  • 940

શ્રી ભગુભાઈ મિસ્ત્રી. એ અતુલનું એક વિચક્ષણ પાત્ર.તેમની હાસ્યપ્રધાન રમુજો અને હાજર જવાબી બેનમૂન. કોઈ પણ સમસ્યાનો ઉકેલ તેમને હોઠે.અકબરના દરબારમાં જે સ્થાન બીરબલ શોભાવતો તે સ્થાન અતુલમાં શ્રી ભગુભાઈ શોભાવતા. લાયન્સ ક્લબ વલસાડના તે સભ્ય હતા અને તેમાં તેઓ ટેઈલ ટ્વિસ્ટર તરીકે સેવાવૃત હતા. બી.પી.તેમની કેટલીક રમુજો ફ્ક્ત ગપ્પાજ હોય. આથી તેઓ ભગુભાઈ ગપોડી તરીકે વધુ જાણીતા હતા. તેઓ એવી સીફતથી વાત કરી સામા માણસને શીશાંમાં ઉતારી દે કે તેની સમજમાં ના આવે. અંગ્રેજી કહેવત"An empty mind is Devil's work shop" એટલે લોકોને પ્રવૃતશીલ રાખવા માટે જુદા જુદા મંડળો ચાલે. સાંકૃતિક પ્રવૃત્તિઓ માટે' ઉત્કર્ષ,'બાળ પ્રવૃત્તિઓ માટે 'ઉદય,' રમત ગમત માટે 'ઉલ્હાસ જીમખાના,' સ્ત્રી પ્રવૃત્તિઓ માટે 'ઊર્મિ મંડળ,' વિજ્ઞાનિક વિષયો માટે 'વિજ્ઞાન મંડળ' વગેરે વગેરે. 'વિજ્ઞાન મંડળ'ના સેક્રેટરી શ્રી આર.એસ. શાહ.