કોડિયું (દીવો)

  • 8.5k
  • 1
  • 1.6k

*કોડિયું ( દીવો)* આમ તો મેં બહુ જગ્યાએ પ્રવાસ કર્યો પણ આ વખતનો પ્રવાસ અણધાર્યો પ્રવાસ યાદગાર રહી જાય તેવો છે. મિત્રોએ અચાનક જ પરિવાર સાથે અનજાણ જગ્યાએ અણધાર્યા પ્રવાસનું આયોજન કર્યું હતું. ચોમાસાનો મોસમ હતો. વરસાદ મનમૂકીને હેલિયે ચઢ્યો હતો. ધરતી માતા હરિયાળીથી શણગારાઇ હતી. ભીની માટીની સોડમ ચારેકોર ફેલાઈ હતી. મોસમ રોમેન્ટિક હતો. ત્રણ પરિવારના ફૂલ નવ સભ્યો જેમાં ત્રણ બાળકો હતાં. બધા અણધાર્યા પ્રવાસની મોજ માણવામાં મશગુલ હતાં. બધાને ઉત્કંઠા જાગી હતી કે અનજાણ જગ્યા કેવી હશે? શહેરથી લગભગ ૪૦૦ કી.મી.દૂર દક્ષિણે ડુંગરાળ અને ગીચ વનરાજી ,દરિયા કિનારો જ્યાં પક્ષીઓનો કલબલાટ ઊડાઊડ ,પશુઓની ચહલ પહલ,આવન જાવન ,દોડાદોડ,