બીજા દિવસ ની સવાર આસ્થા ના માટે ખુબ જ મહત્વ ની હતી. આખી રાત આસ્થા ના મન માં જાત જાત ના વિચારો આવતા રહ્યા પણ સવાર ના જ્યારે તે ઉઠી ત્યારે તેના ચહેરા પર મક્કમતા હતી ને ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે ની હિંમત હતી. આસ્થા નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. તેણે તેના મમ્મી નો જ એક ફોકૅ પહેર્યો હતો. ગુલાબી રંગ ના ઘુંટણ સુધી ના સિલ્વલેસ ફોકૅ માં આસ્થા સુંદર દેખાય રહી હતી. તેણે ખભા સુધી ના વાળ ખુલ્લા રાખ્યા હતા. તે તૈયાર થઈને મિસિસ સ્મિથ પાસે ગઈ તો તે એક પળ તો તેની સામે જોઈ જ