બ્લેક મેઈલ - ૬ ૫૦ પેટી મળી ગઈ હતી. મોટો મામો પહોંચી ગયો હતો. કપિલને દારૂવાલા મેન્સન આપવું નહોતું. અને સ્વાતિની ઈચ્છા મુજબ ભાડૂતોને ખાલી કરાવવાના પણ નહોતા. પણ આ સ્થિતિ હવે લાંબો સમય ચાલી શકે નહિ. કપિલને મારી મંશા ખબર પડવાની જ છે, અને ત્યારે તે ચુપ નહિ રહે તે પણ એટલું જ સાચું હતું. જે થવાનું છે તે અફર છે, સવાલ ફક્ત ક્યારે? તે જ છે. હવે આ વાતનો નિવેડો લાવવો જ પડે. અને નિવેડો એટલે... મને સ્વાતિની ચિંતા હતી. તેને ચોવીસે કલાક પ્રોટેક્ટ કરી શકાય નહિ. કરી શકાય તો પણ અમે એ રીતે જીવવા માંગતા નથી