પ્રેમ વાસના - પ્રકરણ - 5

(266)
  • 7.9k
  • 4
  • 5.6k

પ્રકરણ - 5 પ્રેમ વાસના રૂમમાં આવીને વૈભવે વૈભવીને પ્રેમ આલીંગન આપી દીધું. સલામત રીતે રૂમ બંધ કરીને વૈભવીને એહસાસ આપ્યો કે આપણે સુરક્ષિત જગ્યાએ છીએ કોઇ ચિંતા ના કરે. વૈભવીએ રૂમમાં આવી સામાન મૂક્યાં પછી વૈભવ પ્રેમ આલીંગન આપી રહેલો એને સરપાવમાં એણે વૈભવને ચૂમી લીધો પછી મનની શંકાનું સમાધાન કરવાં પૂછી જ લીધું "આ રૂમમાં તો આપણે બે જ જણાં છીએ ને ? વૈભવે વૈભવીની આંખોમાં આંખો પરોવીને કહ્યું "હાં ડાર્લીંગ આપણે બે જ છીએ નિશ્ચિતં રહે. વૈભવી વૈભવનાં બાહુપાશમાં હતી વૈભવ પણ એને નિરખી રહેલો. વૈભવીને જોતાં જોતાં વૈભવને એ ભયની પળો યાદ આવી ગઇ.