ખાલી પન્ના જેવી આ જિંદગી સંબધ બનીને હસ્તી ને રડાવતી રહશે, પણ વહેતા પાણીની જેમ જ ચાલતું રહેવું તે કુદરત નો નિયમ છે. તેના વિચારોને છોડી તે બુકની અંદર આવી. બેડ પર ઉલટા સુતા તેને પન્નાને પલટયું, આખો તે લીટી પર ફરતી હતીને દિલ જોરજોરથી ધબકતું હતું. 'મે તેને આજે પહેલી વાર જોઈ , તેનો હસ્તો ચહેરો એટલો સુદર લાગતો હતો કે કોઈ પરી જમીન પર આવી ગઇ હોય. તેનું નામ હજી સુધી હું નહોતો જાણતો. પણ તે અમારા ઘરની બાજુમાં જ રહે છે તે મને આજે ખબર પડી હતી. તે બહાર આજે લગભગ પહેલી વાર રમવા આવી હશે. થોડીકવાર