વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૪

(16)
  • 3.9k
  • 4
  • 1.6k

વેકેશન એટલે રખડવા અને ફિલ્મો જોવા માટે મળતો અમર્યાદિત સમય. આ લિસ્ટમાં આવતી વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંથી તમે કેટલી જોઈ ? આપણે આપણા લિસ્ટમાં છેલ્લી વીસ ફિલ્મો સુધી પહોંચી ગયા છીએ. આ વખતે આપણા લિસ્ટમાં ફિલ્મ ઇતિહાસની બે પ્રખ્યાત શૃંખલાઓ ‛સ્ટાર વોર્સ’ અને ‛ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ની ફિલ્મોનો સમાવેશ થાય છે. ચાલો ત્યારે, ફરી શરૂ કરીએ આપણી સફર. 20. Star Wars: Episode IV - A New Hope (સ્ટાર વોર્સ એપિસોડ ફોર - અ ન્યુ હોપ) (1977) : સ્ટારવોર્સ શૃંખલાનો આ રિલીઝ થવાના ક્રમમાં પહેલો અને ક્રમ પ્રમાણે ચોથો ભાગ. જ્યોર્જ લુકાસે આ ફિલ્મથી દુનિયાને સ્ટારવોર્સની પાછળ ગાંડી કરી. સ્ટારવોર્સમાં