પુણ્યતિથિએ -(હે મૂરખના સરદારો,તમે રૂપિયા ગણો છો કે શબ્દો.સાધારણ મર્યાદા નક્કી કરો તો સમજાય,પણ જડતા ન રાખો.નવ મહિને બાળક જન્મે એ એક મર્યાદા નક્કી થઈ,તેથી કોઈ આઠ મહિને કે કોઈ નવ મહિના પછી જન્મે તેને ના ન પડાય. પણ મૂરખાઓને કોણ સમજાવે?એમને સમજાવવા પાનાંઓ ભરવા પડે.ન જોઈતું લખવું પડે.તાણીતૂસીને વાત લંબાવવી પડે.મોણ નાખવું પડે.ફરેલા ફેરા પાછા ફરવા પડે.એને બદલે થોડી ઉદારતા દાખવીએ તો સારી વાત મુદ્દાસર બહાર આવે.મુદ્દાસર ને મુડદાસરમાં ફરક છે એટલું પણ ન સમજાય એટલા મૂરખ તો નથી જ આપણે) રવીન્દ્ર પારેખ બાપા ગુજરી ગયા ત્યારે દિવાળી હતી ...એટલે કે ગયા તેથી દિવાળી હતી,એમ નહિ,ખરેખર જ દિવાળી હતી.બૈરાંઓએ છેડો ખેંચતાં