સીટી ઓફ જોય - કોલકાતા

(12)
  • 6.7k
  • 2
  • 1.9k

ભારતની ઉત્તર દિશા છોડી આજે રખડપટ્ટી કરવા જઈશું પૂર્વ દિશામાં... પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા જોવા જઈએ. કલકત્તાનું નામ પડતાં જ તમને પહેલું શું યાદ આવે ? હાવડા બ્રીજ કે શાંતિનિકેતન ? રવીન્દ્રનાથ ટાગોર કે સૌરવ ગાંગુલી ? રસગુલ્લા કે ઝાલ મૂળી ? વિક્ટોરિયા મેમોરિયલ કે કાલીઘાટ ? દેવદાસ કે પરિણીતા ? સૂચિત્રા સેન કે બિપાશા બાસુ ? રવિન્દ્ર સંગીત કે કુમાર શાનું ? રોડ ઉપર ચાલતી બ્રિટિશ ટ્રામ કે અંડરગ્રાઉન્ડ મેટ્રો ? કલકત્તી સાડી કે સોનાની કારીગરી ? કાલી કલકત્તાવાલી કે દુર્ગાપૂજા ? હવે વિચારી લો. જો ફક્ત શહેરનું નામ પડતાં જ આટલું યાદ આવી જાય તે શહેર જોવામાં કેમ