મોત ની સફર - 8

(341)
  • 5.5k
  • 12
  • 3k

બાકીની ડેવિલ બાઈબલ ક્યાં હતી એની માહિતી મેળવવાં નીકળેલાં વિરાજ અને એનાં ત્રણ મિત્રો ને લ્યુસીની ડાયરી દ્વારા લ્યુસી જોડે જોડાયેલી ઘણી માહિતી મળે છે.. લ્યુસી ફિલોસોફર સ્ટોન નામનાં રહસ્યમય પથ્થરની શોધમાં પેરિસનાં કેટાકોમ્બ ની સફરે જવાનું નક્કી કરે છે.. આગળ લ્યુસી ની ડાયરીનાં પન્ના કોરાં જોઈ વિરાજ અને એનાં બધાં મિત્રો લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ને શોધવા જવાનું નક્કી કરે છે. સવાર પડતાં જ નાહી ધોઈને બધાં મિત્રો વિરાજનાં રૂમમાં એકઠાં થયાં.. ત્યાં જ એમને નાસ્તો મંગાવી લીધો.. નાસ્તો કર્યાં બાદ કઈ રીતે માઈકલ સુધી પહોંચવું એની ચર્ચા એ લોકો કરવાં લાગ્યાં.