?આરતીસોની?પ્રકરણ : 1 ?ત્રિશંકુ?અષાઢ મહિનાની પૂર્ણિમા હતી. વરસાદી માહોલ જામી રહ્યો હતો. ત્રણ દિવસથી ક્યાંક ધીમો ધીમો ને ક્યારેક ધમધોકાર મેઘ ખાબકી રહ્યો હતો. આસિત વરસાદી માહોલમાં રિયા અને વિવેકના વિચારો કરતો કરતો બંગલા બહાર ઝરમર વરસાદે મ્હાલી રહ્યો હતો. રિયા એની કૉલેજમાં જ ભણતી હતી. એ આસિતથી એક વર્ષ પાછળના વર્ષમાં હતી. આસિતને રિયા બહુ ગમતી. એ રિયાને બોલાવવા ઘણાં પ્રયત્નો કર્યા કરતો પણ, એ ક્યારેય આસિતને બિલકુલ ભાવ નહોતી આપતી.. વાત તો ઠીક છે, પણ એની સામે નજર સુદ્ધાં કરતી નહીં.. કૉલેજમાં આવવું અને ક્લાસ એટેન્ડ કરી ઘરે જવા નીકળી જતી. એના કામથી કામ રાખતી. કોઈ ફ્રેન્ડ