મુવી રિવ્યુ - સુપર ૩૦

(99)
  • 8.7k
  • 2.1k

“શિક્ષણનું વ્યાપારીકરણ અને વિદ્યાર્થીકરણ” બિહારના પટનાના પ્રસિદ્ધ શ્રી આનંદ કુમારના સુપર ૩૦ ક્લાસની જીવંત ઘટનાઓ પર આધારિત સુપર ૩૦ ના ટ્રેલરે કોઈ ખાસ આશા જગાવી ન હતી કારણકે તેમાં હ્રિતિક રોશન પરાણે પરાણે બિહારી લઢણમાં બોલતો હોય એવું લાગતું હતું. તો શું સમગ્ર ફિલ્મમાં પણ હ્રિતિક આવું જ બોલે છે? સુપર ૩૦ કલાકારો: હ્રિતિક રોશન, મૃણાલ ઠાકુર, વિરેન્દ્ર સક્સેના, નંદીશ સિંગ, અમિત સાધ, માનવ ગોહિલ, આદિત્ય શ્રીવાસ્તવ અને પંકજ ત્રિપાઠી નિર્માતાઓ: ફેન્ટમ ફિલ્મ્સ, નડીયાદવાલા ગ્રેન્ડસન્સ એન્ટરટેઈનમેન્ટ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને HRX ફિલ્મ્સ નિર્દેશક: વિકાસ બહલ રન ટાઈમ: ૧૫૪ મિનીટ્સ ફિલ્મની વાર્તા બિહારની રાજધાની પટનામાં બનેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.