કલ્યાણી

(63)
  • 4.2k
  • 5
  • 1.5k

“કલ્યાણી” સૂરજના આછા-આછા કિરણો વાદળોને ચીરીને જમીન તપાવવા વલખા મારી રહ્યા હતાં.શિયાળો ફૂલ ગુલાબી થઇ બેઠો હતો.ગામમાં સવારથી હલચલ ચાલુ થઇ ગઈ હતી.લોકો પોત-પોતાના ઢોરને બુચકારી ખેતર તરફ લઇ જઈ રહ્યા હતાં. બીજી બાજુ ગામની બાઈઓ ડેરી આગળ લાઈનમાં ઉભી-ઉભી વાતો કરે જતી હતી. ગામના સરપંચ રોજની જેમ આજે પણ પાછળ હાથ બાંધી ગામમાં આંટો મારી રહ્યા હતા. ગામના છોકરાઓ આંખો ચોળતા, ઉદાસ મોઢે સ્કુલ તરફ દોડી રહ્યા હતા. સૂરજના કિરણોને સીધા આંખો પર લઇ રહેલા નાગજીભાને જોઈ સરપંચ તેમના દસ ફૂટ પહોળા લીંપણ કરેલા આંગણામાં પ્રવેશ્યાં. આંગણામાં બાંધેલી ભેંસો પોતે જ મુકેલા પોદળા પર આરામ ફરમાવી રહી હતી. નાગજીભાની