હેડ ઓર ટેલ ( ટોસ )

(28)
  • 2.3k
  • 1
  • 839

અંકિતાને જરાયે ટેન્શન નહોતુ. એ એના પપ્પાને એકદમ ઓળખતી હતી. એટલે જ તો ખાતરી હતી કે ધ્યેયને એકવાર મળી લે પછી ચોક્કસ ....પોતાની દીકરીની પસંદ બદલ ચોક્કસ ગર્વ અનુભવશે. ત્યાં રિંગ વાગી. અંકિતાએ ધ્યાન આપ્યુ, પપ્પા વાત કરી રહયા હતા. "આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને આવી વાત, કરી જ લેવા દો બન્નેને લગ્ન , આપણી પાર્ટીને એ લોકોના પણ વોટ મળશે. થોડી હોહા થશે પણ, ધીમે ધીમે શાંત પડી જશે...થોડા દિવસ બહાર ફરવા મોકલી દેવાના બન્નેને." મમ્મીએ પ્રશ્નાર્થ સૂચક આંખે જોયું. પપ્પાએ જવાબ આપ્યો, " આપણી પાર્ટીના કાર્યકર છે, એમનો દિકરો બીજા ધર્મમાં પ્રેમલગ્ન કરવાનો છે..જયંતભાઈ ખચકાય છે ...પણ