દીકરી વ્હાલ નો દરિયો ચોમાસાના દિવસની શરૂઆત થઈ ગઈ હતી. રામજીભાઈ એ પોતાનું ખેતર ખેડી ને તૈયાર કરી દીધું હતું. તેઓ પોતાના ખેતરમાં ઉભા રહીને આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેમને વિચારો આવતા હતા કે આ વર્ષ વાવણી લાયક સારો વરસાદ થાય તો પોતાની વ્હાલી દીકરીના હાથ પીળા કરી નાખું. આકાશમાં પણ કાળા વાદળો જોવા મળતા હતા અને આ જોઈ ને રામજીભાઈ હર્ષ અનુભવતા હતા. રામજીભાઈ ની એક જ દીકરી હતી. નામ તેનું હેતલ. ભગવાને દીકરો ના આપ્યો પણ દીકરાની ખોટ પૂરી