જો જીવનમાં સફળતા મોડી મળે તો?

(21)
  • 4.3k
  • 7
  • 1k

એવું કહેવાય છે કે કરેલી મહેનતની સફળતા મોડા વહેલી મળતી જ હોય છે, પરંતુ ઘણીવાર સફળતા એટલી બધી મોડી મળતી હોય છે કે વ્યક્તિનું અડધું જીવન પસાર થઇ જતું હોય છે. એવું નથી હોતું કે તેના પ્રયાસોમાં કોઈ કમી હોય છે. હા, એ શક્ય છે કે જીવનના શરૂઆતના વર્ષોમાં કે મધ્યના વર્ષોમાં તેણે ખોટા માર્ગે મહેનત કરી હોય અને તેને સફળતા મળવામાં વાર લાગી હોય, પરંતુ તે સફળ તો થતો જ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના ચાર દાયકા પસાર કરી ચૂક્યો હોય અને એને સફળતા મળે ત્યારે એ વ્યક્તિના મનમાં એ વિચાર તો જરૂર આવતો હોય છે કે