પ્રેમ કે પ્રતિશોધ - 9

(77)
  • 3.5k
  • 4
  • 2.3k

પ્રેમ કે પ્રતિશોધ-9(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન બંને કોન્સ્ટેબલને શિવાનીના મર્ડર કેસની તપાસ આગળ ધપાવવા માટે કાર્ય સોંપે છે. શિવાનીનો ખૂની ભવિષ્યમાં અન્ય એક ખુન કરશે તેમ સ્વયં સાથે નિશ્ચય કરે છે.)હવે આગળ......શિવાનીના મૃત્યુને લગભગ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હશે. અર્જૂન અને તેની ટીમ પૂરી લગનથી શિવાનીના કાતિલ સુધી પહોંચવાનો પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ તેમને ધારી સફળતા મળી ન હતી. રમેશ શિવાની વિશે લગભગ બધી જાણકારી એકઠી કરી લાવ્યો હતો પણ તેમાં કંઈ અજુગતું કે આશ્ચર્યજનક જાણવા મળ્યું નહીં. દિનેશ એ પણ ઘડિયાળના ગ્રાહકોની લાંબી લિસ્ટ તૈયાર કરી હતી. અને તે આ લિસ્ટ માંથી શિવાનીના નજીકના કોઈ