ફ્રેંડલેસ !

  • 1.3k
  • 2
  • 489

૦૧ ગર્લ ઓન લાસ્ટ બેન્ચ ! ગામડેથી શહેરમાં તો આવી ગયાં , પણ હવે યક્ષપ્રશ્ન એ હતો કે શાળા ગોતવી કેમ ? આમ તો શહેરમાં આવી ને શાળા કેમ ગોતવી એ પ્રશ્ન જ હાસ્યાસ્પદ કેવાય પણ ' આપણાં પ્રમાણે શાળા ' ગોતવી હોય ત્યારે આ પ્રશ્ન હાસ્યાસ્પદ નહીં પણ ખડમાંથી સોય ગોતવા જેવો વિકટ પ્રશ્ન બની જાય છે. કેમકે ગામડે તો દસમા સુધી મફત શાળા હતી પણ અહીં મફત શાળા અને એ પણ અગિયાર બારની ! રામ બોલો રામ ! ને...એ દસ બાય દસની બે ઓરડીમાં રહેતાં એ પાંચ સભ્યોના પરિવારમાં ઘમાસાણ શરૂ થઈ ગયું . દસમાની પરીક્ષા હજી