ખાલીપો

(19)
  • 3.3k
  • 2
  • 792

દૂરતા છે એટલી તારી હવે , આવવા છે જ ક્યાં રસ્તા મને. એણે બારીનો પરદો હટાવ્યો ને સુર્યપ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ ગયો. એની નજર બહાર સ્વીમીંગપુલ તરફ ગઈ. પુલમાં પાણી નહોતું. એ દોડી… નળમાં પાઈપ લગાવી પુલ ભરવા નળ ખોલ્યો પાઈપમાં પાણી નહોતું આવતું એટલે કશાકાકાને બૂમ મારવા મોં ખોલ્યું પણ અવાજ ન નીકળ્યો.. એણે શંકરને અને પછી બંસરીને પણ બૂમ મારી જોઈ પણ અવાજ કોણ જાણે ક્યાં જતો રહ્યો હતો ?... એનું ગળુ સુકાતું હતું એ પાણી પીવા રસોડા તરફ જવા ગઈ પણ પગ જમીનમાં જડાઈ ગયા હતા ને એ ત્યાંજ ફસડાઈ પડી. પડવાની સાથે જ અલ્પના સફળી જાગી