ચેલેન્જ - 3

(315)
  • 13.5k
  • 23
  • 10.6k

ફક્ત વાતચીત કરવા માટે કોઈ માણસ મોંઘીદાટ વ્હીસ્કી ન જ પીવડાવે એવી વાત જયારે આરતીએ દિલીપને કહી, ત્યારે તે ધીમેથી હસી પડ્યો. ‘મારી દાનત વાતચીત કરવાથી કંઈક વધુ નહીં હોય એમ માનવાને તારી પાસે કોઈ કારણ છે ખરું?’ કહીને આરતી સામે દિલીપ તાકી રહ્યો. ‘વધુ હોય પણ ખરી! પરંતુ ઓછામાં ઓછું મારા પર તારી દાનત બગાડવાની નથી એ હું જાણું છું.’ ‘હા, આ વિસ્તારમાં હું એકાદ મહિનાથી રહુ છું, એટલે માણસને ઓળખવાની સૂઝ મારામાં આવી ગઈ છે.’ આરતીનો સ્વર કડવો હતો, ‘ખેર, દિલીપ! વાસ્તવમાં તું કોણ છે? શું કરે છે? બિઝનેસ છે કે નોકરી? આમાંનું કશુંયે તે હજુ સુધી નથી કહ્યું.