આરણ્યકની એક યાદગાર સફર...

(17)
  • 5.9k
  • 1
  • 1.2k

યાદ છે મા, તને મેં એક વખત કહ્યું હતું કે મને પર્વતોમાં રહેવું બહુ જ ગમે છે, મારું પહાડોમાં એક ઘર હોવું જોઈએ.?? તું હસી પડી હતી અને મારી વાત ટાળી દીધી, માત્ર એવું બોલીને કે આ શું ગાંડપણ ચઢ્યું છે તને? આવી રીતે રખડવું એક બે દીવસ સારું લાગે, પાછું તો ઘરે જ આવવાનું છે જ્યાં આરામ હોય. મને પણ એક પળ માટે એવું જ લાગ્યું કે હા તું સાચું જ કહી રહી છે. મેં આ વાતને પણ બીજી બધી સામાન્ય વાતની જેમ ભુલાવી દીધી. આજે તું નથી,તો મેં વિચાર્યું ચાલ મારી એક ઈચ્છા પૂરી કરી જ લઉં, પહાડોમાં