પાણી

(17)
  • 2.3k
  • 1
  • 938

ચાર દિવસ પછી ધાબા પરથી ઉતરતાં રેવતીને લાગ્યું કે તે જાણે નરકનાં પગથિયાં ઊતરી રહી છે. નરક જ હતું પણ ઊતરી શકાયું તેનો આનંદ હતો. કાલે તો એમજ લાગતું હતું કે આખું કુટુંબ ઉપર થી ઉપર જ પહોંચી જશે પ્ણ કોઇક ના પુણ્ય આડે આવ્યાં ને નીચે ઉતરવાનું નસીબ ખૂલ્યું. તેણે કેડમાંની ચકીને જરા કસીને બાંધી અને થોડાં વધુ પગથિયાં નીચે આવી. તેની પાછળ પાછળ ઠૂંઠો પણ ઊતર્યો. પણ તેનો હાથ દીવાલ પર ટક્યો નહીં. તે બે ચાર પગથિયાં લસરી જ આવ્યો. રેવતી એ પાછળ જોયું ને તેને હાથ ટેકવી ને રોક્યો, “તું તારે ધાબે જ રહેને. નીચે આવીને શું