ગુડલક !તે મારા બંને બાળકો માટે શાળાનો પ્રથમ દિવસ હતો. મારો પુત્ર પ્રથમ તૈયાર થઇ ગયો. દાદીમાં એ એને આશીર્વાદ સાથે એક કવર આપ્યું. મારો દીકરો પૈસા જોઈ ખુબ ખુશ થઇ ગયો. અમેરિકામાં આવા રિવાજો ની નવાઈ .. તો એણે પૂછ્યું પૈસા કેમ ? મે કહ્યું વડીલો એમનાથી નાનાઓને આશીર્વાદ સાથે કોઈકવાર એમની ઇચ્છા મુજબ કોઈ ભેટ કે પૈસા આપે છે. મારા દીકરા એ એનું કવર ચેક કર્યું એમાં બે નોટ હતી, એકજ ક્ષણ માં એને એની બહેન પાસે જઈ એને એક નોટ આપતાં કહ્યું Good luck લુલુ. હું તારા કરતાં મોટો છું ને એટલે તને શુભેચ્છા પાઠવું છું મીલીજૂલી સરકાર નાની બેનની