હીલ સ્ટેશન - બાળ વાર્તા

(38)
  • 3.6k
  • 4
  • 1.3k

?આરતીસોની?                          ?હીલ સ્ટેશન?       શાળામાં વેકેશન પડી ગયું.. ચકલી, કબૂતર, કાબર, કાગડો, પોપટ, મેના બધાં આજે બહુ ખુશ હતાં. કેમકે એમણે બધાંએ હીલ સ્ટેશન ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. સૌ પોતપોતાના માળામાં ધરે એમનાં મમ્મી-પપ્પા પાસે ગયાં અને હીલ સ્ટેશન ફરવા જવાની જીદ પકડીને બેસી ગયાં. કબૂતર અને હોલાના પપ્પા ગામડે ખેતી કામમાં દાદાજીને મદદ કરવા જવાનું સમજાવી રહ્યાં હતાં. કબૂતર તો ગળું ફૂલાવીને ખૂણામાં જઈને બેસી ગયું અને કહેવા લાગ્યું, "બસ મારે હીલ સ્ટેશને ફરવા જવું તો છે જ. ભણભણ કરીને બહુ કંટાળી ગયો છું. અને ચકલીએ